ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : બીજા તબક્કાના મતદાન માટે તૈયારીઓ પૂર્ણ...

રાજ્યમાં બીજા તબ્બકાનું મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે, ત્યારે ભાજપ આપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે....

Update: 2022-12-03 07:51 GMT

રાજ્યમાં બીજા તબ્બકાનું મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે, ત્યારે ભાજપ આપ અને કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે. 14 જિલ્લાની કુલ 93 બેઠકો પર આ મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજના 5 વાગે પૂર્ણ થશે. કુલ 833 ઉમેદવારો આ 93 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે. આ 93 બેઠકમાં અનેક હાઈ પ્રોફાઇલ બેઠકોનો પણ સમાવેશ થાય છે.

અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પૈકી 16 શહેરી વિસ્તાર અને 5 ગ્રામ્ય વિસ્તારની બેઠકોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં મતદાનના દિવસે 59.93 લાખ મતદાતા પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે, તો 5599 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. મતદાન સમયે 27 હજાર પોલિંગ સ્ટાફ અને 24 હજાર પોલીસ જવાનો ફરજ પર તૈનાત થશે આમ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના સીએમ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તો કોંગ્રેસ અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે. અમદાવાદ વેજલપુર બેઠક પર ભાજપે અમિત શાહના નજીકના અમિત ઠાકરને ટિકિટ આપી છે, તો કોંગ્રેસે રાજેન્દ્ર પટેલ મેદાનમાં ઉતાર્યા છે. અમદાવાદની લઘુમતી વિસ્તારવાળી બેઠક જમાલપુર ખડિયામાં ભાજપે સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને મેદાનમાં ઉતાર્યા છે. તો દરિયાપુરમાં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખનો મુકાબલો ભાજપના કૌશિક જૈન સામે છે. એલિસ બ્રિજ બેઠક પર ભાજપે શહેરના પૂર્વ મેયર અમિત શાહને ટિકિટ આપી છે. તો વિરમગામ બેઠક પર ભાજપે આંદોલનકારી અને પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી તો કોંગ્રેસ વર્તમાન ધારાસભ્ય લાખા ભરવાડ પર પસંદગી ઉતારી છે. તો ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર મેદાનમાં છે. ભાજપ તરફથી તો કોંગ્રેસે યુવા પાટીદાર નેતા હિમાંશુ પટેલને ટિકિટ આપી છે.

Tags:    

Similar News