ગુજરાત NSUIના નવા પ્રદેશ પ્રમુખ અને સંગઠન માટે અલગ અલગ જિલ્લાના 9 નેતાઓ દિલ્હી પ્રવાસે

NSUIના નવા પ્રદેશ પ્રમુખ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાના 9 નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે

Update: 2022-03-05 09:18 GMT

ગુજરાત કોંગ્રેસમાં જગદીશ ઠાકોરની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ ગઈ છે. પરંતુ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI ના નવા પ્રદેશ પ્રમુખ હજી સુધી મળ્યા નથી. ત્યારે રાજ્યમાં NSUI માં અલગ અલગ જવાબદારી સંભાળી રહેલા 9 નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.આવતીકાલે આ નેતાઓનું દિલ્હીમાં NSUIના રાષ્ટ્રીય પ્રમુખ સહિતની કમિટી ઈન્ટરવ્યૂ કરશે અને તેમાંથી કોઈ એક નેતાને રાજ્યમાં NSUIના પ્રદેશ પ્રમુખ બનાવશે.

NSUIના નવા પ્રદેશ પ્રમુખ માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાના 9 નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ થી ભાવિક સોલંકી, સંજય સોલંકી, ગૌરાંગ મકવાણા, દિગ્વિજય દેસાઈ, આસિફ પવાર, નૈતિક શાહ, યશરાજ ગોહિલ રાજકોટથી રોહિત રાજપૂત, નરેન્દ્ર સોલંકી, પોરબંદરથી તીર્થરાજ બાપોદરા અને ગીર સોમનાથ અભય જોટવાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

આવતીકાલે રાષ્ટ્રીય પ્રમુખ નીરજ કુંદન સહિતની કમિટી દ્વારા સવારે 10 વાગે આ નેતા નો ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. આ તમામ લોકોના ઇન્ટરવ્યૂ કરીને તેમાંથી ગુજરાત NSUI નવા પ્રદેશ પ્રમુખ નક્કી થશે. સાથે જિલ્લાના પ્રમુખ સંગઠન નક્કી કરશે. 20 માર્ચ સુધી તમામ હોદ્દાઓ પરના નામ નક્કી કરીને જાહેર કરવામાં આવશે.કોંગ્રેસમાં અત્યારે હાર્દિક પટેલના જૂથને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. યુથ કોંગ્રેસના પ્રમુખે પણ હાર્દિક પટેલના નજીકના છે જેથી યુથ કોંગ્રેસની ચૂંટણીમાં પણ હાર્દિકે મદદ કરી હતી જેથી NSUI ના પ્રદેશ પ્રમુખની હાર્દિક પટેલ હસ્તક્ષેપ કરે તો 9 નેતાઓમાંથી તેમના સમર્થકને નવા પ્રદેશ પ્રમુખ તરીકે નીમવામાં આવે તો નવાઈ નથી.

Tags:    

Similar News