જામનગર: મ.ન.પા.ની સામાન્ય સભામાં કોંગ્રેસનાં કોર્પોરેટરનો ભ્રષ્ટાચાર સામે પુષ્પા સ્ટાઈલમાં વિરોધ

મહાનગર પાલિકાની યોજાયેલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટરે સભામાં પહોંચી પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં વિરોધ નોંધાવ્યો હતો

Update: 2022-04-21 07:18 GMT

જામનગર ખાતે જામનગર મહાનગર પાલિકાની યોજાયેલ સાધારણ સભામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ કોર્પોરેટરે સભામાં પહોંચી પુષ્પા ફિલ્મની સ્ટાઈલમાં વિરોધ નોંધાવ્યો હતો

જામનગર મહાનગરપાલિકા ની સાધારણ સભા યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ વોર્ડના પ્રશ્નોની રજુઆત અને નિરાકરણ કરવામાં આવે છે આ સભા દરમ્યાન જામનગર મહાનગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે સાશકો પર આક્ષેપ સાથે મહિલા કોંગ્રેસના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા અધિકારી વેશ ધારણ કરી અને શર્ટ પર બેનર લગાવી પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ભ્રષ્ટાચાર કરને સે ઝુકુંગા નહીં ના ડાયલોગ સાથે સભામાં આવ્યા હતા અને આઇસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વિરોધ દર્શાવ્યો હતો.સભામાં એક સમયે ઘર્ષણ જેવું વાતાવરણ સર્જાતા કોર્પોરેટર ખુદ પોતે સ્ટેજ પર ચઢી ગયા હતા અને અધ્યક્ષ સામે પોતાના સાતેક પ્રશ્નો જણાવી તેમાં થતા ભ્રષ્ટાચાર થતો હોવાનું જણાવ્યું હતું અને તંત્ર દ્વારા પૂરતો જવાબ ન અપાતો હોવાના આક્ષેપ કર્યા હતા

Tags:    

Similar News