જામનગર : મનપામાં કોઇપણ પ્રકારના કર દર વધારા વગરનું બજેટ મંજૂર, વિવિધ ચાર્જીસની દરખાસ્ત ફગાવાય

જેમાં બજેટ-૨૦૨૨ રજૂ કરાતા તેમાં કેટલાક સુધારા સાથે સામાન્ય સભામાં રજૂ કરવા માટે બહાલી આપવામાં આવી હતી.

Update: 2022-02-04 15:09 GMT

જામનગર મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બજેટ-૨૦૨૨ રજૂ કરાતા તેમાં કેટલાક સુધારા સાથે સામાન્ય સભામાં રજૂ કરવા માટે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ૨૦૨૨-૨૩ના બજેટમાં કમિશનર દ્વારા સુચવેલા જુદા જુદા ચાર્જીસ વધારાની દરખાસ્તને ફગાવી દેવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાનું આગામી વર્ષના અંદાજ પત્રનો સ્ટેન્ડિંગ કમિટીએ આખરી ઓપ આપ્યો છે. કમિશ્નર દ્વારા બાગ-બગીચાઓમાં પ્રવેશ દરમાં ૫૦ ટકા જે વધારો સૂચવ્યો હતો જેને સ્ટેન્ડિંગ કમિટીએ રદ્દ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીએ એક પણ કર કે, ચાલુ કરમાં વધારો કર્યા વગરનું હળવું ફૂલ બજેટ બહાલ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ મનીષ કટારીયાએ જણાવ્યું હતું કે, ૪ નવા હેલ્થ સેન્ટર, વોટર વર્કસ, રીંગ રોડ, આવાસ, સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવર બ્રીજ, ભુજીયા કોઠા રીસ્ટોરેશન સહિતના ૨૩૪ કરોડ રૂપિયાના કામો પ્રગતીમાં છે, જ્યારે આવતા વર્ષે પાણી પુરવઠાના કામો માટે રૂપિયા ૮૩ કરોડ, નવા આવાસ અને રોડ રસ્તાઓ માટે ૧૦૦ કરોડ રૂપિયા, ભૂગર્ભ ગટર માટે ૪૪ કરોડ, આરોગ્ય માટે ૮ કરોડ, લાઈટીંગ માટે ૩ કરોડ ઉપરાંત શિક્ષણ સમિતિ માટે ૧૫ કરોડની જોગવાઈને વણી લઇ કુલ ૨૩૯ કરોડની પુરાંત સાથે ૮૫૩ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષો જુના ટેક્સ બાકી છે, તેવા આસામીઓ માટે ૭૫ ટકા વ્યાજ માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કમિશ્નર દ્વારા સૂચવવામાં બાગ-બગીચાઓના પ્રવેશ દરના ૫૦ ટકા વધારાને સ્ટેન્ડીગ કમિટીએ રદ્દ કર્યો છે.

Tags:    

Similar News