ખેડા : પોલિયો દિવસની પૂર્વ તૈયારીરૂપે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાય...

ખેડા જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૩/૦૧/૨૦૨૨ના રોજ યોજાનાર “ઇન્ટેન્સીફાઈડ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન (IPPI)” પોગ્રામ- નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે(NID) (પોલિયો રસીકરણ દિવસ)ની સ્ટીયરીંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-01-07 12:26 GMT

ખેડા જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આગામી તા. ૨૩/૦૧/૨૦૨૨ના રોજ યોજાનાર "ઇન્ટેન્સીફાઈડ પલ્સ પોલીયો ઈમ્યુનાઈઝેશન (IPPI)" પોગ્રામ- નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે(NID) (પોલિયો રસીકરણ દિવસ)ની સ્ટીયરીંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર બેઠકમાં જીલ્લાના વિવિધ વિભાગો, જીલ્લા પંચાયતની વિવિધ શાખાઓ અને આરોગ્યનાં સીનીયર અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ તેમજ WHOમાંથી પ્રતિનિધિ હાજર રહ્યા હતા. બેઠકમાં ગત વર્ષોની કામગીરી, આગામી IPPI રાઉન્ડ અંગેની તૈયારીઓ, તેમજ હાલની કોવિડ પરિસ્થિતિમાં સદર કામગીરી માટે લેવાના થતા સાવચેતીનાં પગલાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવેલ. તેમજ અધ્યક્ષસ્થાનેથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ સૌ જાહેર જનતાને તા. ૨૩/૦૧/૨૦૨૨ના રોજ યોજાનાર પોલિયો દિવસમાં ઉત્સાહભેર ભાગ લેવા અને ૫ વર્ષ અને તેનાથી નાની વયના તમામ બાળકોને પોલિયો રસીકરણ અપાવવા અપીલ કરવામાં આવી હતી.

Tags:    

Similar News