ખેડા : કપડવંજની સી.એન.વિદ્યાલયમાં ગણિત વિષય સજ્જતા સેમિનાર યોજાયો...

ગણિત વિષય સજ્જતા સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી ખેડા શિલ્પા પટેલે સૌને આવકાર્યા અને પ્રોફેસર કોઠારી સાહેબનો સૌને પરિચય કરાવ્યો.

Update: 2022-07-29 12:39 GMT

ખેડા જિલ્લાના કપડવંજ સ્થિત સી.એન. વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખેડા દ્વારા આયોજિત ગણિત વિષય સજ્જતા સેમિનાર ડૉ .રમેશચંદ્ર કોઠારી સાહેબ પૂર્વ કુલપતિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

ગણિત વિષય સજ્જતા સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી ખેડા શિલ્પા પટેલે સૌને આવકાર્યા અને પ્રોફેસર કોઠારી સાહેબનો સૌને પરિચય કરાવ્યો. કાર્યક્રમમાં પ્રોફેસર ડોક્ટર કોઠારી કપડવંજ અને કઠલાલ તાલુકાની માધ્યમિક શાળાઓમાં ગણિત વિષય ભણાવતા 70થી વધુ શિક્ષકઓને ગણિત વિષય હળવી શૈલીથી કઈ રીતે વિદ્યાર્થીઓને શીખવવા, દરેક પ્રકરણની શરૂઆતમાં પૂર્વજ્ઞાન ચકાસણીને લગતા પ્રશ્નો તેમજ ગણિત વિષયની સંકલ્પનાઓ તર્કબદ્ધ રીતે વિદ્યાર્થીઓને આત્મસાત કેવી રીતે કરાવવી, પરિણામ સુધારણા માટે ગણિતના શિક્ષકે શું કરવું જોઈએ, એકમ કસોટી નું શું મહત્વ છે, શિક્ષણ દર્શન માસિકઅંકની ઉપયોગીતા, વિદ્યાર્થીઓની અધ્યયન નિષ્પત્તિઓની મુશ્કેલીઓ જાણવી અને કઈ રીતે ઉકેલવી જેવી ઉપયોગી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ નિરીક્ષક રણજીતસિંહ ડાભી, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ, મંત્રી તેમજ કપડવંજ અને કઠલાલ તાલુકાના એસ.વી. એસ. કન્વીનરો હાજર રહ્યા. ઉપરાંત બન્ને તાલુકાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગણિત વિષય ભણાવતા તમામ શિક્ષક મિત્રોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.

Tags:    

Similar News