ખેડા : નવલી નવરાત્રીમાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરાયું, ગરબા દરમ્યાન EVM-VVPAT નિદર્શન યોજાયું

આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે

Update: 2022-10-01 14:30 GMT

આગામી સમયમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી-ગાંધીનગર દ્વારા નવલી નવરાત્રીના મહોત્સવમાં મતદાન બાબતે લોક જાગૃતિ કેળવાય તે માટે જુદી-જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે સૂચન કરવામાં આવ્યું છે.

આ અન્વયે ખેડા જિલ્લામાં ૧૧૬-નડિયાદ વિધાનસભા મત વિસ્તારમાં નડિયાદ-પીપલગ રોડ પર આવેલ યોગીફાર્મ ખાતે ગરબા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.એલ.બચાણીએ હાજરી આપી હતી. કલેક્ટરએ કાર્યક્રમના સ્થળે EVM અને VVPAT નિદર્શન કામગીરીનું નિરીક્ષણ કર્યુ. સાથે સાથે ખેલૈયાઓને આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા સંકલ્પ પત્રનું વાંચન કરાવી અનુરોધ કર્યો. આ પ્રસંગે નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક, નાયબ મામલતદાર, નડિયાદ નગરપાલિકાના સભ્યો, અગ્રણીઓ સહિત EVM અને VVPAT નિદર્શન ટેક્નિકલ ટીમ તથા મોટી સંખ્યામાં નડિયાદ શહેરના ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News