કચ્છ : ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરાયો,મહંત સ્વામી રહ્યા વિશેષ ઉપસ્થિત

ક્ચ્છમાં ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Update: 2023-04-06 10:22 GMT

ક્ચ્છમાં ભુજ બીએપીએસના સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસ પ્રસંગે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

બી.એ.પી.એસ.નાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કારલક્ષી સેવાકાર્યો અને સદાચારના પોષણથી વધુ સંપોષિત આ ભૂમિ પર કચ્છ પંથકના સુખાકારી માટે ભુજ નગરના આંગણે નૂતન શિખરબદ્ધ બી, એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના નિર્માણનો પ્રારંભ થઈ રહ્યો છે.પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો કરકમળો દ્વારા સંતો મહાનુભાવો અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ઐતિસિક અવસરનું આયોજન કરાયું હતું.પૂજય મહંત સ્વામીનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.મહંત સ્વામીની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી

પૂજ્ય મહંત સ્વામીએ સૌને આર્શીવચન પાઠવ્યા હતા.મહંત સ્વામીએ જણાવ્યું હતું કે આપણે મંદિર નિર્માણ કાર્યમાં મદદ કરવાની છે,સૌ હરિ ભક્તોએ સંપીને કામ કરવાનું, છે, હમેશા સેવા કરવાનો ભાવ રાખવો જોઈએ,સૌ હરિ ભક્તો તને મને ધને સમર્પિત થઈસુ તેમ તેઓએ જણાવ્યું હતું

Tags:    

Similar News