કચ્છ : ભુજના મ્યુઝિયમમાં વર્ષો જૂના શિલાલેખોને સ્થાન,જાણો તેની પાછળનો ઇતિહાસ

ભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.

Update: 2022-01-30 09:45 GMT

કરછના ભુજ ખાતે આવેલ મ્યુઝિયમમાં ભારતના સૌથી વધારે શિલાલેખો મળી આવ્યા છે.દરેક શિલાલેખ મૃતકોની યાદમાં મૂકવામાં આવ્યા છે.

કચ્છમાં ભુજ ખાતે આવેલા સરકારી સંગ્રહાલયમાં વિવિધ વસ્તુઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે ત્યારે અહીં ક્ષત્રપ રાજવંશના સમયમાં લખાયેલ શીલાલેખો પણ જોવા મળે છે મ્યુઝિયમમાં પ્રદર્શનમાં રખાયેલા 10 જેટલાં શીલા લેખ અલગ અલગ સમયે કચ્છમાંથી મળી આવ્યા હતા અને આ શીલાલેખ કચ્છ મ્યુઝિયમને એક વિશેષ સ્થાન અપાવે છે.

આ શિલાલેખોનું મહત્વ ત્યારે જ સમજાય જયારે આપણને ખબર પડે કે આ શિલાલેખો માત્ર ઈતિહાસની ખૂટતી કડી પુરવાર થયા છે એવું નથી પરંતુ આ લેખોએ આપણા દેશના ઈતિહાસમાં નવા અધ્યાયો જોડયા છે. સૌ પ્રથમ સંગ્રહાલયમાં ખાવડા નજીકના અંધૌ ટેકરામાંથી ચાર શૈલ લેખો પ્રાપ્ત થયા હતા. જે સંગ્રહાલયના રેકોર્ડ મુજબ 1998માં મળ્યા હતા અને પછી અન્ય છ લેખો મળ્યા.આ દસ શૈલ લેખો મૃત વ્યકિતની યાદમાં મુકવામાં આવેલી પ્રસ્તર શિલા છે. આ શિલાલેખ થકી ન માત્ર એક રાજવંશ વિશે પણ ઇતિહાસ ઉપરાંત તે સમયના સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિ વિશે પણ ઘણી માહિતી મળે છે.

Tags:    

Similar News