કચ્છ: ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડમાં, કંટ્રોલરૂમ શરૂ કરાયો..

ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહિવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે પુર્વ તૈયારીઓ આરંભી છે.

Update: 2022-07-21 12:50 GMT

કચ્છ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહિવટી તંત્રએ અગમચેતીના ભાગરૂપે પુર્વ તૈયારીઓ આરંભી છે. પ્રશાસન દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ ૨૪x૭ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. જિલ્લામાં નાગરીકોને મદદ સહાયરૂપ થવા મટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવ્યો છે. સંભવિત પરિસ્થિતિને જોતાં પ્રશાસને નીચાણવાળા વિસ્તારોની ઓળખ, તાલુકા દીઠ આશ્રય સ્થાનો અને સ્થાનિક તરવૈયાઓની યાદી તૈયાર કરી છે. ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર કલ્પના ગોંડિયાએ જણાવ્યુ હતું કે પૂરની પરિસ્થિતીને પહોંચી વળવા તંત્ર સજ્જ છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે 

Tags:    

Similar News