મહીસાગર : બાલાસિનોર બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી કર્યો ચૂંટણી પ્રચાર

મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

Update: 2022-11-28 12:39 GMT

મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભવ્ય રોડ શો યોજી આપના ઉમેદવારનો જંગી ચૂંટણી પ્રચાર કર્યો હતો.

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે રાજ્યમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપંખીયો જંગ છેડાશે. પહેલી વખત ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભાની 182 બેઠક ઉમર ઉમેદવારો ઉભા રાખી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં દિલ્હી અને પંજાબમાં કરેલા વિકાસના કામોનું મોડલ આગળ કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે મહીસાગર જીલ્લાના બાલાસિનોર વિઘાનસભા બેઠક પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં બાલાસિનોર વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર ઉદેસિંહ ચૌહાણના પ્રચારમાં રોડ-શો યોજી આમ આદમી પાર્ટીને બહુમતી સાથે જિતાડવા આહ્વાન કર્યું હતું.

ભગવંત માને જણાવ્યુ કે, જો સામાન્ય માણસની સરકાર બનશે તો ગુજરાતમાં સરકારી હોસ્પિટલની હાલત સુધરશે, ગુંડાગીરી દૂર થશે અને સ્થિર સરકાર બનશે. ગુજરાતમાં ગરીબ પરિવારોના વીજ બિલ પણ આમ આદમી પાર્ટી દ્વારા માફ કરવામાં આવશે. સાથે જ ભગવંત માને દાવો કર્યો હતો કે, આ વખતે ગુજરાતમાં સામાન્ય માણસની સરકાર બનવા જઈ રહી છે.

Tags:    

Similar News