નર્મદા : એસટી. બસની સીટ નીચે ડ્રાઈવરે મૂક્યા હતા રૂ. 16.61 લાખના હીરા, જુઓ પછી ક્યાં ગયા એ હીરા..!

અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી.

Update: 2022-10-03 12:17 GMT

નર્મદા જિલ્લાના રાજપીપળા એસટી. ડેપો ખાતે એસટી. બસમાંથી થયેલી રૂપિયા 16.61 લાખના હીરાની ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો હતો.મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર-સુરત રુટની એસટી. બસના ડ્રાઇવર ઇમ્તીયાઝ અહેમદ મકરાણીએ રાજપીપળા બસ સ્ટેન્ડ ખાતે બસ થોભાવી હતી. જેમાં ડ્રાઇવર શીટ નીચે રૂપિયા 16.61 લાખના હીરા ભરેલું પાર્સલ મુક્યું હતું. જોકે, રાજપીપળા એસટી. ડેપો ખાતે બસ આવી પહોચતા ચા-નાસ્તો માટે બસમાંથી બહાર ઉતાર્યા હતા. આ દરમ્યાન કોઇ અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી.

જે બેગની ચોરી કરી 2 યુવાનો નાસી છૂટ્યા હતા. સમગ્ર મામલે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગુનાની તપાસ દરમ્યાન એસ.ટી. ડેપોના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સફેદ શર્ટ પહેરેલ એક ઇસમ ચોરીને અંજામ આપતો નજરે પડે છે. આ દરમ્યાન રાજપીપળા ટાઉન, એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો વાહન ચેકીંગમાં ભાણદ્રા ચોકડી ખાતે હતા, ત્યારે 2 ઇસમો મોટર સાયકલ લઇને આવતા હોય જે શંકાસ્પદ જણાતા બન્નેનું નામઠામ પૂછતાં પ્રવિણ રાઠવા અને અનેશ રાઠવા હોવાનું જણાવ્યુ હતું. છોટાઉદેપુરના બન્ને ઇસમોની ઝડતી તપાસ કરતાં તેમની પાસેથી હીરાના પાર્સલવાળી બેગ મળી આવી હતી. આમ નર્મદા પોલીસે એસટી. બસમાંથી થયેલી રૂપિયા 16.61 લાખના હીરાની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News