નર્મદા : દેશમાં એકતાનો સંદેશો લઈને નીકળેલી રેલીનું કેવડીયામાં કરાયું ભવ્ય સ્વાગત...

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

Update: 2021-10-27 07:10 GMT

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, ત્યારે તેના ભાગરૂપે બે અલગ અલગ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એકતાનો સંદેશ લઈને નીકળેલી રેલી કેવડીયા આવી પહોચતા રાજ્યના પુરવઠા મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

તા. 31 ઓક્ટોમ્બરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે એક મોટરસાઇકલ રેલી અને બીજી સાઇકલ રેલી એમ બે અલગ અલગ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા કચ્છના લખપતથી કેવડીયા સુધી મોટરસાઇકલ રેલી, જયારે કેન્દ્રીય પોલીસ દ્વારા જમ્મુ-કાશ્મીરના ઉરીથી કેવડીયા સુધી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ તમિલનાડુ પોલીસ દ્વારા કન્યાકુમારીથી અને ત્રિપુરા પોલીસ દ્વાર સંરુમ્બથી રેલી શરૂ કરવામાં આવી છે.

ભારતના 4 વિભિન્ન રાજ્યોમાંથી આ રેલીઓ પસાર થઈને નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે પહોંચી હતી, જયારે કેન્દ્રીય પોલીસ દળ દ્વારા 5 રેલીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ITBP દ્વારા લેહ લદાખથી, BSF દ્વારા જેસલમેર બોર્ડરથી, CISF દ્વારા ત્રિવેન્દ્રમથી, SSP દ્વારા ભૂટાન બોર્ડરથી રેલી શરૂ કરવામાં આવી છે. આ રેલી એકતાનો સંદેશ લઈ કેવડિયા ખાતે આવી પહોચતા રાજ્યના પુરવઠા મંત્રી નરેશ પટેલ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News