નવસારી : માછીમારોનો રોજગારી આપતો ઉદ્યોગ ભાંગીને આરે, વધતાં જતાં ડિઝલના ભાવથી માછીમારોની હાલત કફોડી

Update: 2022-04-12 04:13 GMT

વધતાં જતાં પેટ્રોલ અને ડિઝલના ભાવને કારણે નવસારીના ધોલાઈ ગામે આવેલ બંદરમાં દરિયો ખેડવા જતાં માછીમારોની હાલત કફોડી બની છે. માછીમારોને ડીઝલની સબસીડી ન મળતા ધંધા-રોજગાર બંધ કરીને બોટ કિનારે લાગણી દેવા મજબુર બન્યા છે.

નવસારીના ધોલાઈ ગામે બંદરમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર બાજુ 1200થી વધુ બોટો ફિશિંગ કરવા અર્થે મધ દરીયે જાય છે. અને સાથે વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી આપતો આ વ્યવસાય હવે બંધ થવાને આરે આવ્યો છે, તેનું કારણ પેટ્રોલ અને ડીઝલમાં વધતા જતા ભાવોના કારણે સાગરખેડુતઓની હાલત કફોડી બની છે. દરિયા ખેડૂતઓને બંદર પરથી ડીઝલ 115 રૂપિયા પ્રતિ લીટર ચૂકવવા પડે છે અને એક બોટ મધદરિયે ફિશિંગ કરવા 15 દિવસ માટે જાય છે ત્યારે માછીમારોને અંદાજિત ૨૫૦૦ લીટર જેટલું ડીઝલની જરૂરિયાત હોય છે, પરંતુ ડીઝલના ભાવ વધતા ધોલાઈ બંદરની 70% માછીમારોએ પોતાની બોટ લંગારી વ્યવસાય બંધ કરવા મજબૂર બન્યા છે.

નવસારી જિલ્લામાં 52 કિલોમીટરનો દરિયાકિનારો આવેલો છે અને અહીંયાના માછીમારો ગામ મોટા પ્રમાણમાં ઓખા અને પોરબંદર જેવા બંદરો ઉપર માછીમારી કરવા માટે જાય છે અને નવસારીના સ્થાનિક બજારોમાં અને મહારાષ્ટ્રમાં વેચે છે,પરંતુ જે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો છે એને લઈને દરિયામાંથી પકડેલા દરિયાઈ ખોરાકના ભાવોમાં પણ વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે દરિયાઇ ખેડૂતને પણ સબસિડી મળે એવી તેઓ માંગ કરી રહ્યા છે

Tags:    

Similar News