નવસારી : દેવસર ગામના લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ એકસાથે 31 લોકોને થયું ફૂડ પોઇઝનિંગ,આરોગ્ય વિભાગ દોડતું થયું

દેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમીટીંગની ફરિયાદ ઉઠતા વહેલી સવારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

Update: 2022-05-16 06:28 GMT

નવસારીના ગણદેવી તાલુકાનાદેવસર ગામના મંદિર ફળિયામાં આયોજિત લગ્ન પ્રસંગમાં રાત્રે ભોજન લીધા બાદ 31 લોકોને ડાયરિયા અને વોમીટીંગની ફરિયાદ ઉઠતા વહેલી સવારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

હાલમાં લગ્ન પ્રસંગ આયોજિત થઇ રહ્યા છે ત્યારે લગ્ન પ્રસંગમાં ભોજનમાં ક્યારેક ખામી સર્જાતા તેના પરિણામ સ્વરૂપ ફૂડ પોઇઝનિંગના કેસ સામે આવે છે. તેવો જ એક કિસ્સો ગણદેવી તાલુકાના દેવસર ગામે આવેલા મંદિર ફળિયામાં એક લગ્ન પ્રસંગમાં બન્યું હતું. લક્ષ્મી ફળીયાથી મંદિર ફળિયા સુધી જાન આવી હતી. રાત્રે પીરસાયેલા ભોજન બાદ વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ 31 લોકોને ઊલટી અને ડાયેરિયાની ફરિયાદ ઉઠતા સ્થાનિક આરોગ્ય કેન્દ્રને જાણ કરતા ટીમે એક્શનમાં આવીને સર્વે તેમજ ક્લોરિનેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.ગામના બે ફળિયામાં 343 જેટલા ઘરના 77 પરિવારને તાત્કાલિક ક્લોરીનેશન તેમજ જરૂરી દવા આપવાની શરૂઆત કરવામાં આવી છે.5 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા સાથે અન્યને ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.અને આરોગ્ય વિભાગે સ્થિતિ પર કાબુ મેળવ્યો છે.

Tags:    

Similar News