પંચમહાલ : હાલોલ-બોડેલી હાઇવે પર કારની અડફેટે બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત, કાર ચાલક ફરાર...

હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2022-10-09 12:45 GMT

પંચમહાલ જિલ્લામાં હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર આવેલ જાંબુઘોડાના નાથપુરી ગામ નજીક કારની અડફેટે આવેલ મોટરસાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મધ્યપ્રદેશની કારનો ચાલક વાહન મૂકી ફરાર થઇ જતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નાથપુરીના યુવકોની બાઈક મધ્યપ્રદેશની કાર સાથે અથડાતા બાઈક ચાલક અને અન્ય બાઈક સવાર રોડ ઉપર ફંગોળાઈને રોડ પર પટકાતા બન્નેને માથામાં ઇજાઓ થઈ હતી. જે પૈકી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય વ્યક્તિને ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News