પાટણ : સમી-બાસપા માર્ગ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવાર 3 લોકોના મોત..

પાટણ વાહનચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા બાઈક ઉપર સવાર 3 ઇસમોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં

Update: 2021-11-29 11:10 GMT

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ નજીક ગત રવિવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવાર 2 પુરુષ અને 1 મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ પણે વાહનો હંકારતા ચાલકો દ્વારા નાના-મોટા માર્ગ અકસ્માતોના બનાવો સર્જાતા રહ્યા છે. માર્ગ અકસ્માતના બનાવમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ રહી છે, ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ નજીક બન્યો હતો. ગત રવિવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈક સવારોને અડફેટમાં લેતા બાઈક ઉપર સવાર 3 ઇસમોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યાં હતા, ત્યારે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે સમી પોલીસે ઘટના સ્થળે ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, અકસ્માતના બનાવની જાણ થતાં મૃત્યુ પામેલા 2 પુરુષ અને 1 મહિલાના પરિજનોમાં ઘેરા શોકની કાલીમા છવાઈ જવા પામી હતી.

Tags:    

Similar News