રાજયમાં ગુજસીટોકના ગુન્હામાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની સંપત્તિ કરવામાં આવી જપ્ત,ગુનેગારોમાં ફફડાટ

રાજ્યમાં ગુજસીટોકના ગુના હેઠળ ઝડપાયેલા 7 આરોપીની મિલકત ટાંચમાં લેવા ગૃહ વિભાગની મંજૂરીના પગલે પોલીસે કવાયત હાથ ધરી હતી

Update: 2022-11-23 05:51 GMT

રાજ્યમાં ગુજસીટોકના ગુના હેઠળ ઝડપાયેલા 7 આરોપીની મિલકત ટાંચમાં લેવા ગૃહ વિભાગની મંજૂરીના પગલે પોલીસે કવાયત હાથ ધરી હતી જેમાં 2022માં આશરે 11 કરોડ 41 લાખની મિલકતો ટાંચમાં લેવામાં આવી હતી.ચાર ગુનામાં વર્ષ 2022માં આશરે કુલ 11 કરોડ 41 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ છે,

જેમાં સુરતના લાલુ જાલીમ ગેંગના સભ્યો અમિત ઉર્ફે લાલુ ની બે કાર મળી આશરે રૂ.33 લાખની મિલકત, જામનગર જયેશ રાણપરિયા ગેંગના સભ્યો સુનિલ ગોકુલદાસ, રૂપલ લીમેશ પાબારી, યશપાલસિંહ જાડેજા તથા જશપાલસિંહ જાડેજાની જામનગર ખાતે આવેલા ચાર પ્લોટ મળી આશરે 4 કરોડ 26 લાખની કિંમતની મિલકત, રાજકોટ ગ્રામ્ય જિલ્લા ની નિખિલ દોંગા ગેંગના સભ્યો પિયુષ કોટડિયા પ્લોટ, ફોર્ડ કાર, બુલેટ, તથા જેસીબી મળી કુલ 6 કરોડ 79 લાખની કિંમતની મિલકતો ટાંચમાં લેવાઈ હતી. અમદાવાદમાં અઝહર કીટલી ગેંગના મુખ્ય સુત્રધાર અઝહર ઉર્ફે કીટલીની 2.5 લાખની મિલકત નો સમાવેશ થાય છે. રાજ્યમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ બદીને નેસ્ત નાબુદ કરવા માટે તેમ જ રાજ્યમાં ભય ફેલાવી ગંભીર ગુનાઓ આચરતી ગુનાહિત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતા ગુના પર હજુ નિયંત્રણ લાવવા માટેના પ્રયાસો ચાલુ રાખવા ડીજીપી આશિષ ભાટીયા સૂચના આપી છે.

Tags:    

Similar News