રાજ્યમાં માવઠાની આગાહી; આગામી 5 દિવસોમાં અનેક સ્થળોએ પડી શકે છે છૂટો છવાયો વરસાદ

અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં બદલાવ થશે અને આગામી 5 દિવસોમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે.

Update: 2021-11-06 08:16 GMT

ઠંડીના ચમકારા વચ્ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં બદલાવ થશે અને આગામી 5 દિવસોમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે.

રાજ્ય હવામાન વિભાગે દિવાળી પહેલા જ ઠંડીનો ચમકારો શરૂ થવાની આગાહી કરી હતી. જે સાચી પણ પડી છે. તેવામાં એક વખત ફરીથી હવામાન વિભાગે ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં બદલાવ થશે. આગામી 5 દિવસોમાં રાજ્યમાં અનેક સ્થળોએ છૂટો છવાયો હળવો વરસાદ આવી શકે છે. આજે ભાઈબીજના દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવા વરસાદ આવી શકે છે. એક તરફ ચિકનગુનિયા, ડેન્ગ્યુ, વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીઓ ઘરે ઘરે ફેલાઈ રહી છે, આવામાં માવઠુ વધુ બીમારીઓને નોતરશે. તો સૌથી મોટુ સંકટ ખેડૂતોના માથા પર છે. ખેડૂતોનો રવિ પાકને માવઠાના કારણે નુકસાની વેઠવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

Tags:    

Similar News