રાજકોટ : અમરેલીના ઉધોગપતિ 1200 ભાવિકોના સંઘ સાથે ખોડલધામ પહોચ્યા, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા,

Update: 2022-05-16 11:24 GMT

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ 1200 જેટલા ભાવિકભક્તોનો સંઘ લઈ ખોડલધામ પહોચ્યા હતા, જ્યાં અન્નકૂટ, છપ્પનભોગ, ધ્વજારોહણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી, ત્યારે સમગ્ર પટેલ સમાજ માટે અસ્થાનું પ્રતીક મનાતા ખોડલધામ ખાતે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામના ઉધોગપતિ ગોપાલ વસ્ત્રપરા 1200 જેટલા ભાવિકોને લઈને ખોડલધામ પહોંચ્યા હતા, જ્યાં માઁ ખોડલ ધામે આજે પૂનમના દિવસે અન્નકૂટ અને છપ્પનભોગ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હજારો ભાવિકોએ માઁ ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માઁ ખોડલધામે ધજા ચઢાવીને ઉધોગપતિ ગોપાલ વસ્ત્રપરા દ્વારા રાજ્યના દરેક વ્યક્તિઓની મનોકામનાઓ પૂર્ણ થાય અને માઁ ખોડલના આશિર્વાદ હંમેશા બની રહે તેવી કામના કરી હતી.

Tags:    

Similar News