સાબરકાંઠા: પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરાયું,ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે પ્રયાસ

જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા

Update: 2023-11-03 06:28 GMT

સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોની જાગૃતિના હેતુસર 80 જેટલા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે ટ્રાફિકના નિયમોની જાગૃતિ અર્થે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા હતા.80 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હેલ્મેટ ફરજિયાત પહેરવાની સૂચના આપી હતી.

Tags:    

Similar News