સોમનાથ : વેરાવળ અને સોમનાથના 2 લાખ લોકોને 10 દીવસથી પાણીના વલખાં, તંત્રની એકબીજા પર ખો

પવિત્ર તીર્થધામ સોમનાથ અને વેરાવળના 2 લાખ કરતાં વધારે લોકો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહયાં છે

Update: 2021-07-04 09:13 GMT

પવિત્ર તીર્થધામ સોમનાથ અને વેરાવળના 2 લાખ કરતાં વધારે લોકો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહયાં છે. હીરણ ડેમમાંથી બંને શહેરોને પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો આપવામાં નહિ આવતાં આ સમસ્યાનું સર્જન થયું છે. સમસ્યાનું નિરાકરણ લાવવાના બદલે નગરપાલિકા અને સિંચાઇ વિભાગ એકબીજા પર ખો નાખી રહયાં હોવાના આક્ષેપ લોકો કરી રહયાં છે......

ગીરસોમનાથ જિલ્લાના બે મહત્વના શહેરો સોમનાથ અને વેરાવળમાં જ પાણીના વલખા જોવા મળી રહયાં છે. રાજય સરકાર ભલે દરેક ઘરે નળના દાવા કરી રહી હોય પણ બંને શહેરોના લોકોને પાણી મળતું નથી તે પણ વાસ્તવિકતા છે. છેલ્લા 10 દિવસથી 2 લાખ કરતાં લોકો પાણી વિના ટળવળી રહયાં છે. અને ખાસ બાબત તો એ છે કે બે દિવસ પહેલાં જ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલના હસ્તે 5.50 કરોડ રૂપિયાના ખર્ચથી બનેલા વોટર ફીલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તેમણે હવે વેરાવળ અને સોમનાથમાં પાણીની સમસ્યા નહિ રહે તેમ જણાવ્યું હતું. પણ શેઠની શીખામણ ઝાપા સુધીની ઉકતિને નગર પાલિકા અને સિંચાઇ વિભાગ સાબિત કરી રહયું છે. આ બંને શહેરોની પાણીની જરૂરીયાત હીરણ ડેમમાંથી પુરી કરવામાં આવે છે પણ ડેમમાંથી પુરતા પ્રમાણમ પાણીની પુરવઠો આપવામાં આવતો ન હોવાના આક્ષેપો થઇ રહયાં છે.

નગરપાલિકાના અધિકારી કહે છે કે, ડેમમાંથી પાણી ખાલી કરવામાં આવનાર હોવાની પાલિકાને જાણ કરવામાં નહિ આવતાં આ સમસ્યા ઉભી થઇ છે જયારે સિંચાઇ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ડેમના દરવાજાઓની મરામત માટેની કામગીરી કરવાની હોવાથી માર્ચ મહિનામાં વેરાવળ અને સોમનાથ તથા અન્ય નગરપાલિકાઓને પાણી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સુચના આપી દેવામાં આવી હતી. આવો સાંભળીએ બંને સરકારી વિભાગના અધિકારી શું કહી રહયાં છે..

Tags:    

Similar News