ઉનાળુ વેકેશન રેલવે હાઉસફૂલ, પ્રતિદિવસ 1 લાખ યાત્રિકો ઉમટયા

લોકોને કંફર્મ ટીકીટ ન મળતા ક્યાંક તો મુસાફરી ટાળવી પડી રહી છે અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.

Update: 2022-05-19 11:41 GMT

રાજ્યમાં ઉનાળા વેકેશનમાં પ્રવાસીઓ વધતા તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોને કંફર્મ ટીકીટ ન મળતા ક્યાંક તો મુસાફરી ટાળવી પડી રહી છે અથવા તો પેનલ્ટી ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે. હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે તો ચારધામ યાત્રામાં પણ જવા મોટી સંખ્યામાં લોકો ટ્રેનની મુસાફરી કરી રહ્યા છે અમદાવાદ રેલવે સ્ટેશને હજારો યાત્રિકો પહોંચી રહ્યા છે

સામાન્ય દિવસોમાં અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર દૈનિક 60-70 હજાર મુસાફરો અવરજવર કરે છે. પણ વેકેશનને કારણે હાલ દૈનિક 1 લાખ લોકો મુસાફરી કરી રહ્યા છે. મોટાભાગના લોકોને કફર્મ ટિકિટ ન મળતા સેકન્ડ સેટિંગ એટલે કે જનરલ કોચમાં મુસાફરી કરવી પડી રહી છે. વળી, કોરોના પહેલા જનરલ કોચમાં મુસાફરી માટે તરત સ્ટેશનેથી ટીકીટ લઇ મુસાફરી થઈ શક્તિ હતી પણ હાલ અહીં પણ ફરજીયાત રિઝર્વેશન લાગુ કરવાને કારણે લોકો પરેશાન થવું પડી રહ્યું છે.

જો કે બીજી તરફ રિઝર્વેશન માટે આવતા લોકો માટે રેલવે પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં તત્કાલ રિઝર્વેશન માટે અલગથી સમય ફાળવી ટોકન અપાઈ રહ્યા છે. જેથી ગરમીમાં લોકોની ભીડ થવાની મુશ્કેલીઓ ઉભી ન થાય.રેલવે PRO નું પણ કહેવું છે કે હાલ તમામ ટ્રેનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે. લોકોની ભીડ જોઈ ચાર ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે. આ સાથે ઉત્તર ભારત જનારી 4 સ્પેશિયલ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે.છતાં ભીડ વધી રહી છે ખાસ કરીને ચારધામ યાત્રા માટે સૌથી વધારે બુકિંગ થઇ રહ્યું છે 

Tags:    

Similar News