સુરેન્દ્રનગર : ભૂમાફિયા અને વ્યાજખોરો વિરુદ્ધ કાયદાનો સકંજો કસવા "એક તક પોલિસને..."

"એક તક પોલિસને" કાર્યક્રમ થકી લવાશે નિરાકરણ, 20થી વધુ પીડિત પરિવારોએ એસપીને રજૂઆત કરી

Update: 2022-05-15 12:10 GMT

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓનો ખૂબ ત્રાસ વધ્યો છે, ત્યારે "એક તક પોલિસને" કાર્યક્રમમાં વ્યાજખોરો અને ભૂમાફીયાઓથી પીડિત 20થી વધુ પરિવારોએ જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો અને ભૂમાફીયાઓનો ખૂબ ત્રાસ વધ્યો છે. જે અંતર્ગત "એક તક પોલીસને" કાર્યક્રમમાં ભૂમાફીયાઓ અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પીડિત લોકોએ કરી હતી. જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાતે પણ વ્યાજ ખોરો અને જમીન પચાવી અને કબ્જો કરનારા તત્વો પર કડક કાર્યવાહીના આદેશ પોલીસ તંત્રને આપ્યા હતા. "એક તક પોલિસને" કાર્યક્રમમાં વ્યાજખોરો અને ભૂ-માફીયાઓથી પીડિત 20થી વધુ પરિવારોએ જિલ્લા પોલીસ વડાને ઉગ્ર રજૂઆત કરી હતી. તો બીજી તરફ ભૂમાફીઆઓ અને વ્યાજખોરોના વધતા જતા ત્રાસથી ચોંકાવનારી રીતે વધતા આત્મહત્યાના બનાવ બાદ જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવતા વ્યાજખોરોમાં અને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

Tags:    

Similar News