રાજ્યમાં વહેલી ચૂંટણીના સંકેત, ચૂંટણી પંચે જિલ્લાના ક્લેક્ટરો પાસે મંગાવી આ વિગતો

Update: 2022-04-20 12:48 GMT

ગુજરાતમાં ચૂંટણીને લઈને ત્રણ દિવસમાં રહસ્ય ઉકેલાય તેવી શક્યતા સેવાઇ છે. વહેલી ચૂંટણી થશે કે નહી તે અંગે ત્રણ દિવસમાં પ્રશ્નોના જવાબ મળશે. કલેક્ટર ઓફિસથી સરકારી કર્મચારીઓની વિગતો મંગવાઈ રહી છે. સરકારી કર્મચારીઓનું હાલનું સરનામું, વતનનું સરનામું વગેરે જેવી માહિતી ચૂંટણી પંચ મગાવી રહ્યું છે. મહત્વનું છે કે ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ બેલેટથી મતદાન કરે તે માટે આ વિગતો જરૂરી હોય છે.

જેથી કલેક્ટર કચેરીઓમાંથી જિલ્લા-શહેરોમાં કામ કરતા કર્મચારીઓના ચૂંટણીકાર્ડ નંબર પણ મંગાવવામાં આવ્યા. જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપને જણાવી દઈએ કે 14મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થાય છે. રાજ્યમાં વહેલી ચૂંટણીને લઇ વધુ અન્ય એક સંકેત મળ્યા હતા. ચૂંટણી પંચે ચૂંટણીમાં ફરજ માટે કર્મચારીઓની યાદી મંગાવી લીધી હતી. ગાંધીનગર જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી ઈલેક્શનમાં જરૂર પડે તેવી તમામ માહિતી આપવા આદેશ કરવામાં આવ્યા હતા. 13 એપ્રિલ સુધી તમામ વિગત ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે.

Tags:    

Similar News