આ ફિલ્મ નિર્માતાની ગમે તે ઘડીએ ધરપકડ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ રવાના

સોશિયલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે.

Update: 2022-07-09 07:31 GMT

સોશિયલ મીડિયા પર વિવાદિત તસવીરો પોસ્ટ કરવાના મામલામાં આરોપી એવા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ જલ્દી જ અવિનાશ દાસની ધરપકડ કરી શકે છે. અવિનાશ દાસની ધરપકડ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની એક ટીમ મહારાષ્ટ્ર મુંબઈ જવા માટે ગુજરાત થી નીકળી છે.

ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કેસ નોંધાવ્યો હતો. અવિનાશ દાસ સામે ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલ ઝારખંડના કેડરના આઇએએસ અધિકારી પૂજા સિંઘલની ગૃહમંત્રી અમિત શાહ સાથેની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ છે. સાથે જ અવિનાશ દસ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ દર્જ છે. આ બને પોસ્ટ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ફરિયાદ દાખલ થયા બાદ અવિનાશ દાસે સેશન કોર્ટ સામે અગ્રિમ જમાનત અરજી દાખલ કરી હતી. ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની અગ્રિમ જમાનત અરજી સેશન કોર્ટ નામંજૂર કરી હતી અને એ પછી ગુજરાત હાઇકોર્ટને અ કેસ સોંપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્રિમ જમાનત આપવાની ના કહી હતી. ગુજરાત હાઇકોર્ટ પણ અવિનાશ દાસને અગ્રિમ જમાનત આપવાની ના કહી પછીથી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ એક્શનમાં આવી છે. અને ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ધરપકડ કરવા માટે મુંબઈ માટે રવાના થઇ પડી છે. જો કે ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ સામે અમદાવાદમાં 14 મેના દિવસે કેસ દર્જ થયો હતો. 

Tags:    

Similar News