આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી, આ દિગ્ગજની કોંગ્રેસ પાર્ટીમાં એન્ટ્રી નક્કી

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મહામંથન શરૂ થઇ ચૂક્યું છે.

Update: 2022-04-17 04:22 GMT

2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં મહામંથન શરૂ થઇ ચૂક્યું છે. આ તબક્કામાં દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાહુલ ગાંધીથી લઇને કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ સામેલ થયા. પરંતુ સૌની નજર રાજનીતિના ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોર પર. જેમણે આ બેઠકમાં કોંગ્રેસની સામે આગળનો રોડમેપ રાખ્યો અને એક વિસ્તૃત પ્રેઝેન્ટેશન આપ્યું.

મળતી માહિતી અનુસાર, બેઠકમાં પ્રશાંત કિશોર તરફથી લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસને મહત્વની સલાહ આપી છે. પરંતુ પાર્ટી ઇચ્છે છે કે આ વખતે પ્રશાંત તેમની સાથે રણનીતિકારની જેમ નહીં પરંતુ એક કાર્યકર્તાની જેમ કામ કરે. કોંગ્રેસનું મન છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઇ જાય. હજુ સુધી પ્રશાંતિ કિશોર તરફથી આ ઑફર પર કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. તેવામાં પાર્ટીમાં સામેલ થશે કે નહીં તે આવનારો સમય જ સ્પષ્ટ કરી દેશે.ત્યારે હવે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઇને પણ મોટા સમાચાર મળી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોરની એન્ટ્રીથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી નક્કી છે. મહત્વનું છે કે, ગુજરાત બહાર નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પણ બેઠક થઇ ચૂકી છે. નરેશ પટેલ સત્તાવાર આ વાત પણ સ્વીકારી ચુક્યા છે.

Tags:    

Similar News