ગુજરાતની જનતા પાસે AAPના રૂપમાં નવો વિકલ્પ, વાંચો શું કહ્યું દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ..!

ગુજરાતની સરકારી શાળાઓ સુધારવામાં જાણે ભાજપને રસ નથી તેમ લાગતાં હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક એવો વિકલ્પ છે

Update: 2022-04-15 09:36 GMT

ગુજરાતની સરકારી શાળાઓ સુધારવામાં જાણે ભાજપને રસ નથી તેમ લાગતાં હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક એવો વિકલ્પ છે, જે 5 વર્ષમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત બદલી નાખશે.

ગત તા. 11 એપ્રિલના રોજ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હોમ ટાઉન ભાવનગરની મુલાકાત લીધી હતી. જેમાં ભાવનગરની સરકારી શાળાની મુલાકાત લઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. શાળાની ખખડધજ અને બદતર હાલત જોઈ તેઓએ નિવેદન આપ્યું હતું કે, માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ. પરંતુ રાજ્યની તમામ સરકારી શાળાઓની હાલત ખરાબ છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી લોકો જર્જરિત સરકારી શાળાઓના ફોટા મોકલી રહ્યા છે, જ્યાં શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર ખાનપૂર્તિના નામે છે. ગુજરાતના સીએમ તેમના શિક્ષણમંત્રી સાથે જોવા અને શીખવા માટે દિલ્હી આવે, 7 વર્ષમાં કેજરીવાલ સરકારે દિલ્હીની એક પણ સરકારી શાળા છોડી નથી, જ્યાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ ન હોય. કેજરીવાલ સરકારે તેની તમામ શાળાઓ માટે લઘુત્તમ માપદંડ તૈયાર કર્યો છે, ત્યારે હવે ગુજરાતની જેમ, સરકારી શાળામાં બાળકોને કરોળિયાના જાળાથી ભરેલી શાળામાં અભ્યાસ કરવાની ફરજ પાડવામાં આવી ન હતી. ભાવનગરની સરકારી શાળાઓની હાલત જર્જરિત છે. તેમ દિલ્લીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું. સાથે જ મનીષ સિસોદિયા જણાવ્યુ હતું કે, ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક એવો વિકલ્પ છે, જે 5 વર્ષમાં ગુજરાતની તમામ સરકારી શાળાઓની હાલત બદલી નાખશે.

Tags:    

Similar News