ઉદયપુર કનૈયાલાલ હત્યા કેસમાં સામે આવ્યું અમદાવાદ કનેક્શન,સ્થાનિક એજન્સી સક્રિય

ઉદયપુર કનૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાય છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેકશન ખૂલ્યા બાદ હવે અમદાવાદ સાથે કનેક્શન ખૂલ્યુ છે.

Update: 2022-07-05 06:15 GMT

ઉદયપુર કનૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાય છે. આરોપીઓના પાકિસ્તાન સાથેનુ કનેકશન ખૂલ્યા બાદ હવે અમદાવાદ સાથે કનેક્શન ખૂલ્યુ છે. કન્હૈયાલાલને હત્યારાઓને મોબાઇલ ફોન માંથી અમદાવાદના સરખેજ યુવકોના નંબર મળી આવ્યા છે. સરખેજના યુવકોના નંબર મળી આવતા સ્થાનિક એજન્સી સક્રિય થઈ ગઈ છે.

શહેરના સરખેજ યુવકોના નંબર મળતા તેમની ઉદયપુર હત્યા કેસ સંડોવણી છે કે નહિ તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકો કેવી માનસિકતા ધરાવે છે તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. નજીકના સમયમાં ગુજરાત પોલીસ આ મામલે ખુલાસો કરી શકે છે.NIA સહિત અનેક સુરક્ષા એજન્સીઓ ઉદયપુર મર્ડર કેસમાં તપાસ કરી રહી છે. આ મામલામાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમના ફોન તથા ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેઈલ રેકોર્ડ ચેક કરવામા આવી રહ્યા છે. જેથી એ માલૂમ પડશે કે શુ કરાંચી સ્થિત દાવત-એ-ઈસ્લામી ધાર્મિક ગ્રુપ દ્વારા કટ્ટરપંથી કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં તેનું શુ કનેક્શન છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ચાર આરોપમાંથી એક જેઈઆઈ સાથે જોડાયેલો હતો. રાજસ્થાન પોલીસે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને મદદથી કન્હૈયા લાલની 28 જૂનના રોજ તેમની દુકાનમાં કરાયેલી હત્યાના મામલામાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી છે.કનૈયાલાલ હત્યા કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ઉદયપુરના બે મૌલવી રિયાસત હુસૈન અને અબ્દુલ રઝાકે હત્યાના આરોપી મોહમ્મદ ગૌસે દાવત-એ-ઈસ્લામી તાલીમ માટે પાકિસ્તાન મોકલ્યો હતો. ગૌસની સાથે વસીમ અત્તારી અને અખ્તર રઝા પાકિસ્તાન ગયા હતા. હાલ ત્રણેયને NIA દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. 

Tags:    

Similar News