વડોદરા : ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવા મનપાની કામગીરી, અધિકારીઓ અને પશુપાલકો વચ્ચે સર્જાયું ઘર્ષણ

વાઘોડિયાના ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવા મનપાની કામગીરી રખડતા પશુ પકડવાની કામગીરી હાથ ધરતા પશુપાલકોમાં આક્રોશ પશુપાલકો અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સર્જાયું હતું ઘર્ષણ

Update: 2022-05-27 17:15 GMT

વડોદરા કોર્પોરેશન દબાણ શાખા દ્વારા આજરોજ વોર્ડ નંબર 16માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ પર આવેલ વાસ તળાવ આસપાસ ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવાની અને ગાયો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મકાન પાસે બાંધેલી ગાયો કોર્પોરેશનના કર્મચારીઓએ પકડતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પશુપાલકોએ આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશનના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે ઘરમાં બાંધેલા પશુ પકડી રહ્યા છે.

સમગ્ર મામલે દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ઢોરવાડા સીલ કરવાની અને રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોઈ કામગીરી ગેરકાયદેસર કરવામાં આવી રહી નથી. જે લોકોએ ગેરકાયદેસર ઢોરવાડા ઉભા કર્યા છે, તેવા 5 ઢોરવાડા સીલ કરી 20 જેટલા પશુ જપ્ત કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ગેરકાયદેસર દબાણ કરી પશુ રાખવા માટેની જગ્યા ઉભી કરવામાં આવી હોવાનું પણ નજરે ચઢ્યું હતું.


Tags:    

Similar News