વલસાડ: UPમાં પત્નિ પર જીવલેણ હુમલો કરી 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો, જુઓ શું છે મામલો

જીવલેણ હુમલો કરનાર સાત વર્ષથી ફરાર આરોપીની પોલીસે વલસાડથી ધરપકડ કરી

Update: 2024-03-06 10:25 GMT

ઉત્તરપ્રદેશમાં દહેજ બાબતે પોતાની જ પત્ની પર જીવલેણ હુમલો કરનાર સાત વર્ષથી ફરાર આરોપીની પોલીસે વલસાડથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી વલસાડની એક નામાંકિત શાળામાં ફરજ બજાવી રહ્યો હોવાનું બહાર આવ્યું છે.

આરોપીઓ પોલીસથી બચવા માટે અનેક કીમિયાઓ આજમાવતા હોય છે કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ મોડેથી પરંતુ આરોપીઓ પોલીસ પકડમાં આવી જતા હોય છે આવી જ એક ઘટના વલસાડ ખાતે બની જ્યાં સાત વર્ષથી પોલીસથી છુપાઈને રહેતા આરોપીને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે. વાત છે વલસાડના પ્રેમકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય આયુષ અભય મિત્તલની.ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના નબસ્તા વિસ્તારનીમાં તેઓ રહેતા હતા અને વર્ષ 2017માં તેમને પોતાની જ પત્ની ઉપર દહેજ માટે જીવલેણ હુમલો કરીને ભાગી ગયા હતા અને વલસાડ ખાતે આવીને વસવાટ કરતા હતા.વલસાડની એક નામાંકિત શાળામાં તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની નૌબસ્તા પોલીસને સમગ્ર મામલે જાણ થતાં તેઓ વલસાડ ખાતે આ આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. સાથે જ વલસાડ સીટી પોલીસની પણ તેમના દ્વારા મદદ લેવામાં આવી હતી જ્યાં આરોપીનું લોકેશન મળી આવતા પોલીસ દ્વારા વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી આયુષ અભય મિત્તલ વલસાડની એક નામાંકિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને ઉત્તર પ્રદેશ પોલીસથી છુપાઈને રહેતા હતા પોલીસની સતર્કતાથી આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે અને પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News