વલસાડ : રૂ. 6.50 કરોડના ખર્ચે તૈયાર થનાર વિકાસ કાર્યોનું રાજ્ય મંત્રીના હસ્તે ખાતમહૂર્ત કરાયું...

Update: 2022-05-09 03:29 GMT

વલસાડ જિલ્લામાં પારડી તાલુકામાં રૂા. ૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત પારડી, સી. ડી. પી. ઓ. પારડી, પશુ સારવાર કેન્‍દ્‌ો પારડી, મોટાવાઘછીપા, ઓરવાડ અને રોહિણાના મકાનોના બાંધકામનું ખાતમુર્હૂત આજે રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, વલસાડ સાંસદ ર્ડા. કે.સી.પટેલ, તાલુકા પંચાયત પારડીના પ્રમુખ મીતલ પટેલ અને તાલુકા વિકાસ અધિકારી સની પટેલની ઉપસ્‍થિતિમાં કરાયું હતું.

મંત્રીના હસ્‍તે આજે પારડી તાલુકા માટે રૂ.૨.૪૦ કરોડના ખર્ચે તાલુકા પંચાયત, રૂ. ૩૮ લાખના ખર્ચે સી.ડી.પી.ઓ., રૂા. ૧.૦૫ કરોડના ખર્ચે પારડીનું પશુ સારવાર કેન્‍દ્ર, તેમજ રૂા. ૯૦ લાખ પ્રમાણે મોટાવાઘછીપા, ઓરવાડ, રોહિણાના પશુ સારવાર કેન્‍દ્રોના ૩ મકાનો મળી રૂા. ૨.૭૦ કરોડ સાથે કુલ રૂા. ૬.૫૦ કરોડના ખાતમુહર્ત કરવામાં આવ્‍યા હતા. જેની તકતીનું મંત્રીશ્રીએ અનાવરણ કર્યુ હતું. આ પ્રસગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી આજે ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે. વડાપ્રધાનનું સપનું છે કે, સમગ્ર વિશ્વમાં ભારત દેશ પ્રથમ નંબરે આવે અને તેમાં આપણે બધા આપણો ફાળો આપીએ. ચાલુ વર્ષમાં રાજયના બજેટમાં રાજયના સર્વોતમ વિકાસ માટે તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. વલસાડ જિલ્‍લામાં પણ જિલ્‍લાના વિકાસકીય કામોને અગ્રતાના ધોરણે તબક્કાવાર મંજૂર કરીને કામો શરૂ કરવામાં આવ્‍યા છે. પારડી તાલુકાના ઉંમરસાડી ખાતે રાજયમાં સૌ પ્રથમવાર રૂા. ૨૫ કરોડના ખર્ચે ફલોટીંગ જેટીનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું છે. પારડીની સાયન્‍સ કોલેજ આઇ.ટી.આઇ. પારડીની બાજુમાં બનાવવામાં આવશે. જેનું ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે.

Tags:    

Similar News