ડાંગની દીકરીઓની અદાકારી રજૂ કરતું "વંદે માતરમ" ગીત આવતીકાલે રિલીઝ થશે, વાંચો વધુ..

હોંગકોંગ સ્થિત જયકિશન પટેલે વંદે માતરમ ગીતની ધૂનનું નિર્માણ કરાવ્યુ છે. જેમાં ડાંગની નામાંકિત એક્ટ્રેસ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે.

Update: 2022-08-06 13:42 GMT

ડાંગની દીકરીઓની અદાકારીને રૂપેરી પરદે રજૂ કરતું વંદે માતરમ ગીત આવતીકાલે એટલે કે, તા. ૭મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહ્યુ છે. Spotify, Jiosaavn, Gaana, Youtube જેવા દેશના ૪૦થી વધુ મોટા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર દેશવ્યાપી રિલીઝ થઈ રહેલા વંદે માતરમ ગીતનું ફિલ્માંકન ગુજરાત સહિત રાજસ્થાન, કેરેલા, લેહ લદાખ, અને જમ્મુ કાશ્મીર જેવા ખુબસુરત પ્રદેશોમા કરાયું છે.

હોંગકોંગ સ્થિત જયકિશન પટેલે વંદે માતરમ ગીતની ધૂનનું નિર્માણ કરાવ્યુ છે. જેમાં ડાંગની નામાંકિત એક્ટ્રેસ મોનાલીસા પટેલે અભિનયના ઓજસ પાથર્યા છે. તો ડાંગની પહાડી ચીડિયા તરીકે ઓળખાતી ૧૪ વર્ષિય સીમરન પટેલે વંદે માતરમ ગીતનુ સ્વરાંકન કર્યું છે. ફિલ્મના માધ્યમથી લાખો યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કરતી ડાંગની આ બન્ને દિકરીઓ વંદે માતરમ ગીત થકી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહેલા દેશના અને ખાસ કરીને ડાંગના પ્રજાજનોમાં રાષ્ટ્રભાવના જગાવશે તે વાત આપણે ચોક્કસ સ્વીકારવી જ રહી...

Tags:    

Similar News