નર્મદા : વિદેશી કંપનીઓ અને રોકાણકારોને આર્કષવા ફરી વાર યોજાશે "વાઇબ્રન્ટ ગુજરાત" સમિટ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી સમિટની કરી જાહેરાત, આગામી વર્ષે ગુજરાતમાં યોજાશે 10મી વાઇબ્રન્ટ સમિટ.

Update: 2021-09-03 08:47 GMT

ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયા બાદ હવે આગામી વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે. વિદેશી કંપનીઓ ગુજરાતમાં આવી રોકાણ કરે તે માટે અગાઉ 9 જેટલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઇ ચુકી છે.

કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની ફરજ પડી હતી. લગભગ ત્રણ મહિના સુધી જનજીવન ઠપ થઇ જતાં તેની સીધી અસર ઉદ્યોગિક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. કોરોનાના કેસો ઘટયાં બાદ હવે જનજીવનની ગાડી પાટા પર આવી છે અને ઉદ્યોગો પણ ફરીથી ધમધમવા લાગ્યાં છે. ઔદ્યોગિક રોકાણ માટે મોભાનું સ્થાન ગણાતાં ગુજરાતમાં પણ વિદેશી રોકારણ વધારવાના પ્રયાસો શરૂ કરી દેવાયાં છે.

આવતાં વર્ષે ગાંધીનગર ખાતે 10 મી વાઇબ્રન્ટ સમિતિ નું આયોજન કરવામાં આવશે.જેમાં રશિયાના ઉદ્યોગકારોના અગ્રણી પ્રિતિનિધિ મંડળને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ અંતર્ગત ગુજરાત અને રશિયાના સખા પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઈ રહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં કેવડિયાથી વર્ચ્યુલ માધ્યમથી સહભાગી થયા હતા જેમાં સખા-યાકૂત્યા પ્રજાસત્તાક રાજ્યના વાળા એઝન નિકોલાઈ વચ્ચે વિવિધ ક્ષેત્રે સહ ભાગીદારી અંગે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ડાયમંડ, સીરામીક, ટિમ્બર અને ફાર્માસ્યુટિકલ સેક્ટર આપસી સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

Tags:    

Similar News