હાઇ બીપી વાળા દર્દીએ ખાલી પેટે ચા પીવી યોગ્ય છે? જાણો તો આ ખાસ વાત નહિતર થઈ જશે મોટું નુકશાન....

હાલ રાજયમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઇલના કારણે હાઇ બીપી અને હાર્ટને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે.

Update: 2023-11-17 08:07 GMT

હાલ રાજયમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ખરાબ લાઈફસ્ટાઇલના કારણે હાઇ બીપી અને હાર્ટને લગતી અનેક સમસ્યાઓ થઈ રહી છે. હેલ્થ એક્સપર્ટ હોય કે ડોકટર મોટા ભાગે કહે છે કે આ બીમારીઓ તમારી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી હોય છે. મોટા ભાગે લોકો ચા સાથે જ પોતાના દિવસની શરૂઆત કરતાં હોય છે. પરંતુ સવાલ એ છે કે આવા દર્દીઓને સવારમાં ચા પીવી જોઈએ કે નહીં? તો ચાલો જાણીએ કે બીપી અને ડાયાબિટીસના દર્દીઓ માટે સવારમાં ખાલી પેટે ચા પીવી કેટલી યોગ્ય કે અયોગ્ય.

હાઇબીપી ના દર્દીઓએ હંમેશા દૂધ વાળી ચા પીવાથી બચવું જોઈએ. દૂધ વાળી ચા બીપી ઓછી કરવાની જગ્યાએ વધારી શકે છે. માત્ર આટલું જ નહીં પરંતુ ગેસ અને બ્લડ વિસલ્સ્ને સંકોચિત કરી દે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હાર્ટ બ્લડને પંપ કરવાનું કામ કરે છે. હાઇ બીપીમાં હાર્ટ પર પ્રેસર આવે છે. જેના કારણે હાઇ બીપીની સમસ્યા થઈ શકે છે માટે ખાલી પેટે દૂધ વાળી ચા ના પીવો. તેના બદલે તમે ગ્રીન ટી કે બ્લેક ટી પી શકો છો.


Tags:    

Similar News