મોંઘીદાટ દવાઓથી દર્દીઓને મળી રાહત, ડાયાબિટીસ, ડિપ્રેશન અને હાર્ટને લગતી 44 જેટલી દવાઓ થશે સસ્તી.....

ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી.

Update: 2023-08-10 05:57 GMT

ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી. આ બેઠકમાં ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 44 નવી દવાઓના ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો નક્કી કરી છે. એક અહેવાલ મુજબ નિયમનકારે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનમાં ફેરફારની પણ સૂચના આપી બિન-શિડ્યુલ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતોનું નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)ની જોગવાઈઓના અમલીકરણ પર નજર રાખી. ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બેઠકમાં મલ્ટીવિટામીન અને ડી3 સહિત સુગર, દુખાવા, તાવ, ઈન્ફેક્શન અને હૃદયરોગને લગતી દવાઓની મહત્તમ કિંમતો નક્કી કરવામાં આવી છે. NPPA એ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. આ સિવાય કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ GST વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે જ તેની ચૂકવણી કરી હશે. તમામ હિતધારકો, છૂટક વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોને 15 દિવસમાં ભાવમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે. મહત્વનું છે કે, જો કોઈ કંપની આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે GST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. NPPAના આ પગલાથી IPCA લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્મા, અલ્કેમ લેબોરેટરીઝ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, સનોફી અને એબોટ ઇન્ડિયા જેવી ફાર્મા કંપનીઓને અસર થવાની સંભાવના છે. 

Tags:    

Similar News