સુરત: બારડોલી એક જ યુનિવર્સિટીના 39 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા હડકંપ

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે. કોરોનાના કેસમાં પ્રતિ દિવસ ધરખમ વધારો જોવા મળે છે

Update: 2022-01-06 06:21 GMT

રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર ઉછાળો માર્યો છે. કોરોનાના કેસમાં પ્રતિ દિવસ ધરખમ વધારો જોવા મળે છે, ત્યારે સુરતના બારડોલી ઉકા તરસાડીયા યુનિવર્સિટી 39 વિદ્યાર્થીઓ કોરોના થી સંક્રમિત થયા છે. જેને લઈને સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.યુનિવર્સિટીમાં તાજેતરમાં 82 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 14 વિદ્યાર્થીઓને રિપોર્ટ પોઝિટીવ આવ્યાં હતાં. આ 14 વિદ્યાર્થીઓ પૈકી 2 વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહે છે.જેથી આરોગ્ય વિભાગે જ્યારે હોસ્ટેલમાં રહેતા 300 વિદ્યાર્થીઓ પૈકી 170 વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ કરાવામાં આવતાં વધુ 25 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયાં હતાં. જેને લઈને સમગ્ર કોલેજમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો. આમ કોલેજ 14 અને હોસ્ટેલના 25 વિધાર્થીઓ મળીને કુલ 39 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે આમ એક સાથે 39 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે સ્થાનિક તંત્રે આસપાસ ના વિસ્તાર અને વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલ તમામ લોકોને આઈડેન્ટિફાય કરવાની કાર્યવાહી હાથ ધરી છે મોટાભાગના પોઝિટિવ વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરી સારવાર ચાલુ કરવામાં આવી છે 

Tags:    

Similar News