PUBG રમતા રમતા નૈનિતાલની યુવતીને યુવક સાથે થયો પ્રેમ, મધ્યપ્રદેશ જઈને કર્યા લગ્ન.!

મધ્યપ્રદેશના રાયસેનમાં લગ્નનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. રાયસેન જિલ્લાનો એક યુવક ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે ઓનલાઈન ગેમ પબજી રમતા પ્રેમમાં પડ્યો હતો

Update: 2022-08-25 11:20 GMT

મધ્યપ્રદેશના રાયસેનમાં લગ્નનો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. રાયસેન જિલ્લાનો એક યુવક ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે ઓનલાઈન ગેમ પબજી રમતા પ્રેમમાં પડ્યો હતો. પ્રેમ એટલો વધ્યો કે બંનેએ લગ્ન કરી લીધા. પ્રેમ કહાની ત્યારે સામે આવી જ્યારે યુવતીના પરિવારજનોએ નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

રાયસેનના પટેલ નગરમાં રહેતા યુવકે જણાવ્યું કે લગભગ અઢી વર્ષ પહેલા ઉત્તરાખંડના નૈનીતાલમાં રહેતી યુવતી સાથે PUBG ગેમ રમતા મિત્રતા થઈ હતી. થોડા દિવસો પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. ત્યાર બાદ તેઓ એકબીજાના ફોન નંબર લઈને વોટ્સએપ પર ચેટિંગ કરવા લાગ્યા. પછી વિડિયો કોલ દ્વારા એકબીજાને જોયા. લગ્ન પહેલા યુવક યુવતીને માત્ર એક જ વાર મળ્યો હતો. જે બાદ તેઓએ 1 મહિના પહેલા ભોપાલમાં લગ્ન કર્યા અને સાથે રહેવા લાગ્યા. તે જ સમયે છોકરીનું કહેવું છે કે તે નૈનીતાલમાં બીએસસીનો અભ્યાસ કરતી હતી. તેણીને PUBG ગેમ રમવાનો પણ શોખ હતો અને ગેમ રમતા રમતા તે યુવકના સંપર્કમાં આવી હતી. લગભગ અઢી વર્ષ બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

જ્યારે નૈનીતાલ પોલીસ રાયસેન પહોંચી ત્યારે સ્થાનિક પોલીસની મદદથી રાયસેનના પટેલ નગરમાં રહેતા યુવક અને યુવતીને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંનેના નિવેદન લેવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્ટેશન ઈન્ચાર્જે બંનેને સમજાવ્યા. નૈનીતાલની પોલીસ યુવતીને પોતાની સાથે લઈ જવા માંગતી હતી પરંતુ યુવતી જવાનીના પાડી. તેણે કહ્યું કે તે તેના પતિ સાથે રહેવા માંગે છે અને તે પુખ્ત છે. યુવતીએ કહ્યું કે તેણે પોતાની મરજીથી યુવતી સાથે લગ્ન કર્યા છે. તેના પર કોઈ દબાણ નથી. આના પર નૈનીતાલ પોલીસ રાજી થઈ ગઈ અને યુવતીને લીધા વગર જ ઉત્તરાખંડના નૈનીતાલ પરત ફરી ગઈ.

Tags:    

Similar News