કોંગ્રેસના નેતૃત્વમાં આજે વિપક્ષી દળોની મોટી બેઠક; રાહુલ ગાંધી પણ રહી શકે છે હાજર

કોંગ્રેસના નેતૃત્વમાં સંસદમાં આજે વિપક્ષી દળોની બેઠક યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સ સામેલ થશે.

Update: 2021-08-06 03:46 GMT

કોંગ્રેસના નેતૃત્વમાં સંસદમાં આજે વિપક્ષી દળોની બેઠક યોજાશે, જેમાં લોકસભા અને રાજ્યસભાના ફ્લોર લીડર્સ સામેલ થશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. પેગાસસ જાસૂસી કેસની શરૂઆતથી જ સંસદના બંને ગૃહોમાં મડાગાંઠ ચાલી રહી છે. બેઠકમાં વિપક્ષી પાર્ટીઓ ભવિષ્યની રણનીતિ નક્કી કરશે.

પેગાસસ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર સંસદના ચોમાસુ સત્રની શરૂઆતથી જ બંને ગૃહો વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. આ સત્ર 19 જુલાઈથી શરૂ થયું હતું, પરંતુ અત્યાર સુધી બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે સંસદના બંને ગૃહોમાં મુખ્ય વિપક્ષી દળોના નેતાઓની આ બેઠક સવારે સંસદ ભવનમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં યોજાશે.

સરકાર પેગાસસ જાસૂસી મુદ્દે પ્રથમ ચર્ચા કરવા માટે તૈયાર થયા બાદ જ સંસદમાં ગતિરોધનો અંત આવશે તેવો વિરોધ પક્ષો કરી રહ્યા છે. સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની માંગને ફગાવી દેતા શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે તે બિલકુલ મુદ્દો નથી.

કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે, પેગાસસ મુદ્દે ચર્ચાની માંગ ન સ્વીકારવાના સરકારના વલણને ધ્યાનમાં રાખીને, શુક્રવારે તમામ મુખ્ય વિપક્ષી દળો સાથે ચર્ચા કરવામાં આવશે કે વર્તમાન ગતિરોધને કેવી રીતે તોડી શકાય અને સરકાર પર દબાણ બનાવવા માટે આગળ શું વ્યૂહરચના અપનાવી શકાય.

સૂત્રોએ એમ પણ કહ્યું કે પેગાસસ મુદ્દો સાથે જ કોંગ્રેસ કેન્દ્રિય કૃષિ કાયદાઓ અને મોંઘવાળી મુદ્દે સરકારને જોરશોરથી ઘેરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ખડગેએ છેલ્લા કેટલાક દિવસોમાં વિપક્ષના નેતાઓ સાથે અનેક બેઠકો યોજી છે.

Tags:    

Similar News