કેન્દ્ર સરકારે રાજ્યોને લેટર લખીને જાહેર કર્યું એલર્ટ! નવા વાયરસનું ટેન્શન

Update: 2021-11-26 11:34 GMT

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધારે સતર્ક રહેવાની ચેતવણી આપી છે. રાજેશ ભૂષણે રાજ્યોને કહ્યું કે વિદેશથી આવનાર લોકોનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે અને જો કોઈ પ્રવાસી પોઝિટિવ નીકળે તો જિનોમ સિકન્વન્સિંગ માટે તેનું સેમ્પલ INSACOT ને મોકલી આપવામાં આવે.આરોગ્ય મંત્રાલયે સંબંધિત વિભાગોને નવા પ્રકારો અંગે કડક સૂચનાઓ જારી કરી છે કે વિદેશથી આવતા લોકોની ત્રિપાંખિયા દેખરેખ જરૂરી છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય મુસાફરો અને તેમના સંપર્કમાં રહેલા લોકોની સ્ક્રીનિંગ અને પરીક્ષણ કડક રીતે થવું જોઈએ. આવા સકારાત્મક દર્દીઓના આરટીપીસીઆર અહેવાલો નિયમિત પણે જીનોમ સિક્વન્સિંગ લેબ આઇએનએસએસીઓજીને મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હવે એનસીડીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બોત્સ્વાના (3 કેસ), દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોકકોંગ (1 કેસ)માં બી.1.1529 વેરિએન્ટના અનેક કોવિડ કેસ નોંધાયા છે. દુનિયા હજુ તો માંડ કોરોનાના કોપમાંથી બહાર આવી છે ત્યાં વળી પાછા માઠા સમાચાર આવ્યાં છે. સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ સંખ્યાબંધ મ્યુટેશન ધરાવતા કોરોનાના નવા વેરિયન્ટને શોધ કરી છે.

   -: કેન્દ્ર સરકારે રાજ્યોને પાઠવ્યાં આ આદેશ

  1. વિદેશથી આવનાર તમામ લોકોનું કડક પરીક્ષણ
  2. કોઈ પ્રવાસી કોવિડ પોઝિટીવ નીકળે તો સેમ્પલ મોકલવું
  3. તમામ પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ
  4. તમામ રાજ્યો વધારે એલર્ટ રહે
Tags:    

Similar News