કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દીવ-દમણના પ્રવાસે, કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યો

કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દમણની મુલાકાતે આવી પહોચ્યા હતા.

Update: 2022-02-17 13:14 GMT

દમણ અને દીવ વિસ્તારમાં કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવા કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો દમણની મુલાકાતે આવી પહોચ્યા હતા.

ગુજરાત વિધાનસભા-2022ની ચૂંટણી આવી રહી છે. આ જોતાં રાજકીય પાર્ટીઓ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે દમણ અને દીવ વિસ્તારમાં કોંગ્રેસ સભ્યપદ અભિયાનને આગળ ધપાવવાના હેતુસર કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધોએ દમણ શહેરની મુલાકાત લીધી હતી. વિજયાલક્ષ્મી સાધો મધ્ય પ્રદેશના પૂર્વ મંત્રી છે, જ્યારે વર્તમાનમાં તેઓ સ્થાનિક ધારાસભ્યના પદ ઉપર છે.

વર્ષ 1952થી તેમના પરિવારના સભ્યો ચૂંટણી જિતતા આવી રહ્યા છે. દમણ ખાતે ઉપસ્થિત વિજયાલક્ષ્મી સાધો સાથે APRO અશોક બસાયા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે દમણ-દીવ કોંગ્રેસના પ્રમુખ કેતન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના ચૂંટણી જનસંપર્ક અધિકારી વિજયાલક્ષ્મી સાધો સ્થાનિક કાર્યકરોને મળ્યા હતા. તેમણે દમણ અને દીવમાં પ્રચાર કરીને કોંગ્રેસના સભ્યોની સંખ્યા વધારવા હાકલ કરી હતી.

Tags:    

Similar News