ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

Update: 2024-03-17 04:23 GMT

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ 2001 થી 2024 સુધી કુલ 1168 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. હર્ષ સંઘવીએ વિગત વાર માહિતી આપતા કહ્યું કે આપણે સૌ જાણીએ છે પાકિસ્તાનની શું પરિસ્થિતિ છે, બળજબરીથી ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે,

હિન્દુ, બૌદ્ધ, જૈન સહિતના લોકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો. પરંતુ ભારતમાં CAA લાગુ થતા હવે એ તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. કયુંકી..”મુષ્કુરાઇયે આજ સે આપ ભારત કે નાગરિક હૈ”બીજી તરફ આ અગાઉ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને ભારતીય નાગરિકતા મળી છે. કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યની હાજરીમાં નાગરિકતા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.

Tags:    

Similar News