મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર PM નરેન્દ્ર મોદીએ દિલ્હી રાજઘાટ ખાતે બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી

Update: 2023-10-02 03:02 GMT

ગાંધી જયંતિ અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ સોમવારે (2 ઓક્ટોબર) દેશમાં ઉજવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે બંને નેતાઓને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના વિકાસ અને કલ્યાણ માટે કામ કર્યું. પીએમ મોદીએ ગાંધીજીના ઉપદેશોને પોતાના જીવનમાં અપનાવવા અને તેમનાથી પ્રેરિત થવાની વાત પણ કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે.

બાપુને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે 'ગાંધી જયંતિના આ ખાસ અવસર પર હું મહાત્મા ગાંધી સમક્ષ મસ્તક નમાવું છું. તેમના ઉપદેશોએ હંમેશા આપણા માર્ગને પ્રકાશિત કર્યો છે. મહાત્મા ગાંધીનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવ જાતિને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપનાને સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતા રહીએ. તેમના વિચારો દરેક યુવાનોને તેમણે જે પરિવર્તનનું સપનું જોયું હતું તેના વાહક બનવા માટે સક્ષમ બનાવે, જેથી એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન મળે.

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે લખ્યું, 'લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન' ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. અમે હંમેશા મજબૂત ભારતના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીશું.

Tags:    

Similar News