સંવિધાન દિવસની ઉજવણીનો વિપક્ષે કર્યો બહિષ્કાર,પી.એમ.મોદીએ કોંગ્રેસ પર સાધ્યુ નિશાન,વાંચો શું કહ્યું

દેશ આજે 71મો બંધારણ દિવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું.

Update: 2021-11-26 08:41 GMT

દેશ આજે 71મો બંધારણ દિવસ ઊજવી રહ્યો છે. આ પ્રસંગે સંસદના સેન્ટ્રલ હોલમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ રાજકીય પાર્ટીનો નથી, કોઈ વડાપ્રધાનનો કાર્યક્રમ નથી, આ કાર્યક્રમ સ્પીકરપદની ગરિમાનો હતો. બંધારણની ગરિમા જાળવીએ આપણે આપણી ફરજો નિભાવતા રહીએ. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. પરિવાર પર નિશાન સાધતાં તેમણે કોંગ્રેસને 'પાર્ટી ફોર ધ ફેમિલી, પાર્ટી બાય ધ ફેમિલી' ગણાવી. મોદીએ એવું પણ કહ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ દેશના હિતને પ્રથમ સ્થાન આપ્યું હતું.દેશની 14 વિપક્ષી પાર્ટીઓએ બંધારણ દિવસ પરના આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. એમાં શિવસેના, NCP, સમાજવાદી પાર્ટી, RJD, IUML અને DMK સામેલ છે. કોંગ્રેસ અને તૃણમૂલે પહેલેથી જ આ કાર્યક્રમમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો હતી. ત્યાર બાદ કોંગ્રેસની અપીલ પર બાકી પાર્ટીઓએ પણ કાર્યક્રમમાં સામેલ ન થવાની જાહેરાત કરી હતી.

Tags:    

Similar News