PMએ હરિયાણામાં દ્વારકા એક્સપ્રેસ-વેનું ઉદ્ઘાટન કર્યું, અન્ય 16 રાજ્યોના પ્રોજેકટને પણ ખુલ્લા મુક્યા

દ્વારકા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનથી NH-48 પર ટ્રાફિકનું દબાણ ઘટશે.PMએ શામલી-અંબાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના પેકેજ 1,2,3નો શિલાન્યાસ પણ કર્યો

Update: 2024-03-11 10:34 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે હરિયાણાના ગુરુગ્રામથી દ્વારકા એક્સપ્રેસ વે સહિત 16 રાજ્યોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પહેલા વડાપ્રધાને દ્વારકા એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા.4087 કરોડના ખર્ચે બનેલ દ્વારકા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટનથી NH-48 પર ટ્રાફિકનું દબાણ ઘટશે.PMએ શામલી-અંબાલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના પેકેજ 1,2,3નો શિલાન્યાસ પણ કર્યો જે 4890 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે.

સ્ટેજ પર બેઠેલા તમામ મહેમાનોનું સ્વાગત કરતાં પીએમે કહ્યું કે હું મારી સામે સ્ક્રીન પર જોઈ રહ્યો હતો કે આધુનિક ટેક્નોલોજી દ્વારા લાખો લોકો અમારા કાર્યક્રમ સાથે જોડાયેલા છે. સમય બદલાયો છે, ગુરુગ્રામમાં કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશ જોઈ રહ્યો છે. આજે દેશમાં આધુનિક કનેક્ટિવિટી તરફ વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. મને ખુશી છે કે મને દ્વારકા એક્સપ્રેસ વે દેશને સમર્પિત કરવાની તક મળી છે.

Tags:    

Similar News