પી.એમ.મોદીએ 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર'નું કર્યું વિતરણ, વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બાળકો સાથે કર્યો સંવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર'નું વિતરણ કર્યું હતું.

Update: 2022-01-24 10:21 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર'નું વિતરણ કર્યું હતું. તેઓએ ડિજિટલ સર્ટિફિકેટ અને બ્લોકચેન ટેક્નોલોજી દ્વારા બાળકોને ઈનામની રકમ સોંપવામાં આવી હતી. આ એવોર્ડ માટે દેશભરમાંથી 61 બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગયા વર્ષ માટે 32 બાળકો અને આ વર્ષ માટે 29 બાળકોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે વિજેતાઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. બાળ પુરસ્કાર વિજેતાઓ દર વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લે છે. જો કે, કોરોનાના વધતા જતા કેસોને કારણે આ વખતે સમારોહનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજ્યમંત્રી ડો.મુંજપરા મહેન્દ્રભાઈ પણ જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ બાળકને અભિનંદન પાઠવ્યા. આ ઉપરાંત આજે નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની પણ દેશની તમામ દીકરીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ બાળકોને કહ્યું કે એવોર્ડ મળવાની સાથે તમારી જવાબદારી વધી ગઇ છે. પરંતુ તમારે દબાણ અનુભવવાની જરુર નથી પણ પ્રેરણા લેવાની જરુર છે. તેઓએ આઝાદીના ઇતિહાસ અંગે વાત કરતા જણાવ્યુ કે સ્વતંત્રતા સંગ્રામમાં વીર બાલા કનકલતા બરુઆ, ખુદીરામ બોઝ જેવા નાયકોનો ઇતિહાસ છે જે તેમને ગર્વથી ભરી દે છે. આ લડવૈયાઓએ ખૂબ જ નાની ઉંમરે દેશની આઝાદીને પોતાના જીવનનું મિશન બનાવી દીધું હતું. તેણે પોતાની જાતને તેને સમર્પિત કરી દીધી હતી.

Tags:    

Similar News