કાશ્મીર પર મોટી પહેલ; 24 જૂને વડા પ્રધાનની અધ્યક્ષતામાં કાશ્મીરી તમામ પક્ષો સાથે બેઠક યોજાશે

Update: 2021-06-19 06:24 GMT

પ્રધાન મોદીએ 24 જૂને દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આને કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા તરફ મોટી શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કાશ્મીરી રાજકીય પક્ષોના ગુપ્કાર ગઠબંધને કહ્યું હતું કે તેઓ કેન્દ્ર સાથે વાતચીત માટે તૈયાર છે.

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક રાજ્યની સીમાંકન પ્રક્રિયા અને વિધાનસભાની ચૂંટણી યોજાનારી ચર્ચાને ધ્યાનમાં લેવા બોલાવવામાં આવી છે. હકીકતમાં જ્યારે ઓગસ્ટ 2019માં કાશ્મીરમાંથી કલમ 37૦ હટાવવામાં આવી હતી, ત્યારે મોદી સરકાર પર કાશ્મીરી પક્ષો અને નેતાઓને વિશ્વાસ લીધા વિના જબરદસ્તીથી આ નિર્ણય લેવાનો આરોપ મૂકાયો હતો. આ સંદર્ભમાં વડા પ્રધાન મોદીની આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ કોન્ફરેન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા, પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના અલ્તાફ બુખારી અને પીપલ્સ કોન્ફરેન્સના સજ્જાદ લોન જેવા નેતાઓને પણ આજે આ સર્વપક્ષીય બેઠક માટે આમંત્રણ મોકલવામાં આવશે. ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ પણ કાશ્મીરી નેતાઓ સાથેની આ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે. બીજી તરફ ગુપ્કર ગઠબંધનના નેતાઓ ટૂંક સમયમાં નિર્ણય લેશે કે સર્વપક્ષીય બેઠકમાં તેઓ ભાગ લેશે કે નહીં.

Tags:    

Similar News