સચિનની પત્ની અંજલિ તેંડુલકરનો ઉજવ્યો જન્મ દિવસ,ગુજરાતી ભોજનની માણી મોજ

સચિને આ ઉજવણીની તસવીરો પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી

Update: 2021-11-11 08:17 GMT

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ક્રિકેટથી દૂર થયા બાદ પણ પોતાના ફેન્સનો ચાહક બની રહ્યો છે. સચિને બુધવારે પોતાની પત્ની અંજલિ તેંડુલકરનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સચિને આ ઉજવણીની તસવીરો પોતાના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી, જેમાં તેણે પોતાના સમગ્ર પરિવારની સાથે ગુજરાતી રેસ્ટોરાંમાં ગુજરાતી વાનગી ની લિજ્જત માણી હતી.સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકરે 10 નવેમ્બરે પોતાનો 54 મો જન્મદિવસ મનાવ્યો હતો.

મુંબઈની એક ગુજરાતી રેસ્ટોરાંમાં સચિનના પૂરા પરિવારે ડિનર કર્યું હતું. આ દરમિયાન સચિનની પુત્રી સારા તેંડુલકર પણ નજરે પડી હતી.જે હાલમાં લંડનમાં રહે છે. ફેમિલી ડિનરની સંયુક્ત તસવીર શેર કરતાં સચિન તેંડુલકરે લખ્યું હતું કે અંજલિના જન્મદિવસ પર શ્રી ઠાકર ભોજનાલયમાં ગુજરાતી થાળી જમવા નો આનંદ માણ્યો. સચિનની પત્ની અંજલિનું ગુજરાતી કનેક્શન ઘણું જ સ્ટ્રોંગ છે, શ્રી ઠાકર ભોજનાલય 1945થી કાર્યરત છે. સચિન તેંડુલકર હાલમાં જ યુએઇથી પરત ફર્યા છે. સચિન મુંબઈ ઈન્ડિયન્સના સ્પોર્ટ સ્ટાફનો ભાગ છે. સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકરના લગ્ન 1995માં થયા હતા.બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી સારા તેંડુલકર લંડનમાં રહે છે અને પુત્ર અર્જુન તેંડુલકર એક્ટિવ ક્રિકેટર છે.

Tags:    

Similar News