હજારો ખેડૂતો દિલ્હી પહોંચ્યા, રાકેશ ટિકૈત આ વખતે આંદોલનથી કેમ દૂર છે..?

હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે.

Update: 2024-02-13 08:04 GMT

હરિયાણા અને પંજાબના હજારો ખેડૂતો પોતાની માંગણીઓ લઈને દિલ્હી આવી રહ્યા છે. ખેડૂતોને રોકવા માટે દિલ્હીની સરહદો સીલ કરી દેવામાં આવી છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ખેડૂતોના આંદોલનને લઈને પ્રતિક્રિયા આપી છે.

નોંધનીય છે કે આ વખતે રાકેશ ટિકૈત ખેડૂતોના આંદોલન દરમિયાન સક્રિય જોવા મળતા નથી, જ્યારે 2020ના ખેડૂતોના આંદોલનમાં રાકેશ ટિકૈતની મુખ્ય ભૂમિકા હતી. BKU નેતાએ આ આંદોલનથી પોતાને દૂર રાખવાનું નિવેદન આપ્યું છે.

રાકેશ ટિકૈતે પત્રકારોના સવાલોના જવાબ આપતા કહ્યું કે, 'આ કૂચ ખેડૂત સંઘ દ્વારા બોલાવવામાં આવી છે. જો તેમની સાથે અન્યાય થાય છે તો દેશ તેમની સાથે છે. ન તો ખેડૂત આપણાથી દૂર છે અને ન તો દિલ્હી દૂર છે. દરેકની માંગણીઓ સરખી જ હોય ​​છે. લોન માફી, સ્વામીનાથન કમિટીના રિપોર્ટનો અમલ, MSP ગેરંટી કાયદો, પાકના ભાવ ખેડૂતોની માંગ છે.

Tags:    

Similar News