પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડવા કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીએ આપ્યો ફોર્મ્યુલા, શું મોદી સરકાર કરશે અમલ !

પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ સમાવી લેવામાં આવે તો હજુ પણ તેના ભાવમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે

Update: 2021-11-11 12:32 GMT

પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે જો પેટ્રોલ-ડીઝલ અને બીજા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ સમાવી લેવામાં આવે તો હજુ પણ તેના ભાવમાં ખૂબ મોટો ઘટાડો થઈ શકે છે અને તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની મહેસૂલી આવકમાં પણ વધારો થશે. એક કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ જણાવ્યું કે રાજ્ય સરકારો ટેકો આપે તો કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણ પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવાનો જરુરથી પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે જીએસટી પરીષદમાં રાજ્યોના નાણા મંત્રી પણ સભ્ય હોય છે. કેટલાક રાજ્યો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાની સામે છે.

પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે તો તેની પરનો ટેક્સ ઓછો થઈ જશે અને કેન્દ્ર તથા રાજ્યોની આવકમાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બરની જીએસટીની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટીની બહાર રાખવાનો નિર્ણય કરાયો હતો. આ પહેલા પણ ગડકરીએ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવાની આડકતરી રીતે માગ કરી હતી. ખુદ સરકારના મંત્રીનું આનું નિવેદન ખૂબ મહત્વનું છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો કરીને જનતાને રાહત તો આપી છે તેમ છતાં પણ હજુ પણ મોટાભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 ની આસપાસ છે. 

Tags:    

Similar News